Content-Length: 153102 | pFad | https://gu.wikipedia.org/wiki/%E0%AA%88%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0

ઈસ્ટર - વિકિપીડિયા લખાણ પર જાઓ

ઈસ્ટર

વિકિપીડિયામાંથી

ઈસ્ટર એ ખ્રિસ્તી લોકો દ્વારા ઉજવાતો એક તહેવાર છે. આ તહેવાર ઇસુના પિનરુત્થાનની યાદમાં ઉજવવામાં આવે છે. આ તહેવારની તિથિ બદલાતી રહે છે તો પણ ૨૨ માર્ચથી ૨૫ અપ્રિલ વચ્ચેના રવિવારે આ તહેવાર આવતો હોય છે. સંકુલ અર્થમાં ઈસ્ટર રવિવાર પૂરતો જ મર્યાદિત છે, પરંતુ વ્યાપક અર્થમાં તેમાં તેની આગળના પણ ત્રણ દિવસોનો સમાવેશ કરવામાં આવે છે. વિશાળ અર્થમાં ભસ્મ બુધવાર (Ash Wednesday)થી માંડીને ઈસ્ટર પછીના રવિવાર સુધીના ૪૭ દિવસો આ તહેવારમાં સામેલ છે.[]

દેશ તેમજ ખ્રિસ્તી સંપ્રદાયોને આધારે ઈસ્ટરની ધાર્મિક અને સામાજિક ઉજવણિઓમાં વિવિધતા જોવા મળે છે. જાગરણાં એ સર્વસામાન્ય પ્રથા છે. મીણબત્તી હાથમાં લઈને સરઘસ કાઢવું, સ્નાનસંસ્કાર, બાઇબલના પાઠોનું વાચન, ખ્રિસ્તયજ્ઞ વગેરે ઈસ્ટરની ધાર્મિક પ્રથાઓ છે. ઘણા દેશોમાં શણગારેલા ઈંડા ભેટ આપવાનો રિવાજ છે. ઈંડાનું કવચ તોડીને બચ્ચું બહાર નીકળે એ પ્રક્રિયાને ઇસુના પુનરુત્થાન સાથે સરખાવવામાં આવે છે.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ઈશાનંદ (October 2004). "ઈસ્ટર". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૩ (ઈ – ઔ) (બીજી આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૨૩. OCLC 165498358.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]








ApplySandwichStrip

pFad - (p)hone/(F)rame/(a)nonymizer/(d)eclutterfier!      Saves Data!


--- a PPN by Garber Painting Akron. With Image Size Reduction included!

Fetched URL: https://gu.wikipedia.org/wiki/%E0%AA%88%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0

Alternative Proxies:

Alternative Proxy

pFad Proxy

pFad v3 Proxy

pFad v4 Proxy